મોરબીના વિસીપરામા બે પક્ષો વચ્ચે ઝઘડો થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના વિસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરીમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતા બંને પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરી પરિમલ સ્કુલની બાજુમાં રહેતા રવિભાઈ ચંદુભાઈ વડલખીયા (ઉ.વ.૨૨) એ આરોપી વિમલભાઇ દિનેશભાઇ બાબરીયા, અશોકભાઇ દિનેશભાઇ બાબરીયા, શૈલેશભાઇ બાબરીયા રહે. બધા વિસીપરા હનુમાનજીના મંદીર પાસેની શેરી પરિમલ સ્કુલની બાજુમા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ રાહુલ ભુપતભાઇ ડુમાણીયા તથા તેનો મિત્ર ત્રણેય જણા તેના કાકી દક્ષાબેનને તેના પાડોશી સાથે બોલાચાલી થયેલ જે બાબતે સમજાવા જતા બોલાચાલી ઉગ્ર થતા ત્રણેય આરોપી આવી અને ધોકા વડે ફરીયાદીને માર મારી ગંભીર ઇજા કરી સાહેદ વિનોદભાઇ વડલખીયા ને ઢીકાપાટુનો મારમારી મુઢ ઇજા કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે મોરબીના વિસીપરામા હનુમાનજી મંદિર પાસેની શેરીમાં પરિમલ સ્કુલની બાજુમાં રહેતા અશોકભાઇ ઉર્ફે બાબો દિનેશભાઇ બાબરીયા (ઉ.વ.૧૯) એ આરોપી રાહુલભાઇ ભુપતભાઇ, વિનોદભાઇ વડલખીયા, રવિભાઇ ચંદુભાઇ, વીરૂ ખવાસ, બે અજાણ્યા શખ્સ રહે બધા વિસીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ના પિતા તથા ભાઇ સાથે આરોપીઓ બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરતા હોઇ જેને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાય જઇ ફરીયાદી તથા સાહેદ સંજનાબેનને ઢીકાપાટુ નો માર મારેલ અને બાદમાં સાહેદ વેલજીભાઇ અને વિજયભાઇ વચ્ચે પડી છોડાવતા આરોપી જતા રહેલ અને થોડીવાર બાદ આરોપીઓ બાઇક લઇને આવી ને ફરીયાદી તથા સાહેદ વેલજીભાઇ તથા વિજયભાઇ ને છરી ના ધા મારી ગંભીર ઇજા કરેલ તેમજ સાહેદ વેલજીભાઇને ધોકો મારી ઇજા પહોચાડી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળોબોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.
બંને પક્ષો દ્વારા મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.