મોરબીના વીસીપરામાંથી વિદેશી દારૂ ભરેલી CNG રીક્ષા સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ તો બીજી તરફ વિદેશી દારૂ ભરેલ ટ્રકો ઝડપાઈ ઝડપાઈ રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની રહી ગઈ છે ત્યારે મોરબીના વીસીપરામા વિજયનગર મેઇન રોડ પર વિજયનગરના નાકા પાસે સિ.એન.જી રીક્ષામાંથી વિદેશી દારૂની -૯૦ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરામા વિજયનગર મેઇન રોડ પર વિજયનગરના નાકા પાસેથી આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૦૩-એ. એક્સ- ૯૨૮૧ વાળીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૦ કિં રૂ. ૫૭૬૯૦ તથા રીક્ષા કિં રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૮૨,૬૯૦ ના મુદ્દામાલ સાથે આરોપી જાવેદભાઈ ઉમરભાઈ જેડા (ઉ.વ.૨૦) રહે. કૂલીનગર -૦૨ ગફુરબસ્તીમા વીસીપરા મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાજીદ કાદરભાઈ લાધાણી નામનો શખ્સ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.