Saturday, January 18, 2025

મોરબીના વીશીપરામા જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વીશીપરામા પંચની માતાના મંદિર પાસે જાહેરમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશીપરામા પંચની માતાના મંદિર પાસે જાહેરમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો દિનેશભાઇ પરબતભાઇ વાઘેલા ઉ.વ.૪૩ રહે. ભીમસર અરૂણોદય સર્કલ, ધરમપુર રોડ મોરબી, લાલજીભાઇ મગનભાઇ ડોડીયા ઉ.વ.૫૨ રહે. દરબારગઢ પાસે, મચ્છુ માંની વાડી પાસે મોરબી, રમેશભાઇ દેવજીભાઇ ઘાંટીલીયા ઉ.વ.૫૫ રહે. વીશીપરા મેઇન રોડ શક્તિ કિરણા સ્ટોરની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૫૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર