મોરબીના વિશીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર
મોરબી: મોરબીના વિશીપરા ગુલાબનગર શ્રીમતી સ્કુલ પાછળ ધોબી દુકાન સામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૮૦ બોટલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વિશીપરા ગુલાબનગર શ્રીમતી સ્કુલ પાછળ ધોબી દુકાન સામે રહેતા આરોપી અવેશભાઈ ગફુરભાઈ પીલુડીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની નાની બોટલ નંગ-૭૨ કિં રૂ.૮૨૮૦ તથા મોટી બોટલ નંગ -૦૮ કિં રૂ. ૪૧૮૦ મળી કુલ કિં રૂ.૧૨૪૬૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.