Saturday, October 19, 2024

મોરબીના વિરાટનગર (રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિરાટનગરના બુટ ભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ સંપન્ન

મોરબી: અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ નિમિત્તે દરવર્ષે વિરાટનગર (રંગપર) ગામે તેમજ ટીંબડી, ઘૂંટું, અણિયારી, દેરાળા ગામે વસતા સમસ્ત વડસોલા પરિવાર દ્વારા નવી પેઢી,યુવાનો પોતાની કુળદેવીના દર્શનાર્થે આવે એવા હેતુસર પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, અને તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવે છે.

વિરાટનગર ગામે બિરાજમાન જગત જનની બુટ ભવાની મંદિર ખાતે શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોતક વિધિથી યજ્ઞ કર્યો હતો.ત્યારબાદ ધોરણ દશથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર ધો.10 માં વડસોલા સ્મૃતિ અતુલભાઈ, ssc cbsc પ્રાંચી પ્રકાશભાઈ વડસોલા, HSC કોમર્સ માનસી મુકેશભાઈ દેવ નારણભાઈ,HSC સાયન્સ દ્રષ્ટિ કલ્પેશભાઈ, BCOM નમન જગદીશભાઈ,B.A.M. PShychology કોલેજ ફર્સ્ટ MBBS માં જય જશવંતભાઈ વડસોલા,સંગીત ક્ષેત્રમાં મલ્હાર ચિરાગ અને નેચરોપેથીમાં અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા નેહા સુરેશભાઈ કબડ્ડીમાં સર્વોત્તમ દેખાવ કરવા બદલ જાનકીબેન કિશનભાઈ BHMS માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વગેરેનું માતાજીના ભુવા બાબુભાઈ વડસોલાના વરદ હસ્તે સન્માનિત કર્યા હતા.સમસ્ત વડસોલા પરિવારના મહાપ્રસાદના રમેશભાઈ વડસોલા ટીંબડીવાળા અને આઈસ્ક્રીમ અને સોડાના દાતા અમુભાઈ વડસોલાનું સાલ ઓઢીને સન્માન કરાયું હતું. દિનેશભાઈ વડસોલા અને હસમુખભાઈ વડસોલા બંનેએ પ્રેરણાત્મક ઉદબોધન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, વડસોલા પરિવારની યુવા ટીમેં સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર