આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
મોરબીમાં મોટી ફી ઉઘરાવી પ્રાઇવેટ સ્કૂલોમાં સ્વિમિંગ સહિત અન્ય ઘણી બધી એક્ટિવિટી શીખવાડવામાં આવતી હોઈ છે
ત્યારે આવીજ એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે જેનું નામ છે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ જેમાં સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ખોખો જેવી ઘણી બધી રમતો શીખવાડવામાં આવે છે પરંતુ ગઈકાલે એક બનાવ બન્યો છે જે વિષય...
હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચુનીલાલ પટેલની વાડીએ રહેતા ગોપાલભાઈ છગનભાઇ...