મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
તેમજ વિદાય સમયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તથા આચર્ય ભરતભાઇ બી. લોહિયાની આંખમાંથી પણ આસુ સરી પડ્યા હતા. જ્યારે શાળામાથી વિદાય લઇ રહેલા ધોરણ ૮ ના વહાલા બાળ પુષ્પો જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરીને ખુબ આગળ વધે એવી શિક્ષકો દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નાસ્તો અને આઇસ્ક્રીમ આપવામાં આવ્યા હતા.
મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની ચોકડી તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીની અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી...