મોરબીના વાવડી રોડ પર યુવકને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના વાવડી રોડ પર શીવમ સોસાયટીમાં બાળકો રમતા રમતા ઝઘડતા બાળકોનુ ઉપરાણું લઈને મોટા ઝઘડ્યા હતા જેમાં યુવકને બે શખ્સોએ ગાળો આપી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ સ્વસ્તિક પાર્કની બાજુમાં શીવમ સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૩૩) એ આરોપી રવીભાઈ મોહનભાઈ ગોહેલ તથા રવીભાઈના પત્ની રહે. બંને મોરબી શીવમ સોસાયટીમાં વાવડી રોડ સ્વસ્તિક પાર્કની બાજુમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૧૭-૦૬-૨૦૨૪ ના રાતના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદિના દીકરા તથા આરોપીના દીકરા સાથે રમતી વખતે ઝગડતા આરોપી રવીભાઈ આવેશમાં આવી જઈ ફરીયાદિને બાજુમાં પડેલ પથ્થર લઈ છુટ્ટો માથામાં તાળવાની જમણી સાઈડે મારી સામાન્ય મુંઢ ઈજા કરી ગાળા ગાળી કરી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી તથા રવીભાઈના પત્નીએ રવીભાઈનું ઉપરાણુ લઈ ફરીયાદિ સાથે બોલાચાલી ગાળા ગાળી કરી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.