મોરબીના વાવડી રોડ પર રહેતી શર્મીનફાતિમા એ SSC બોર્ડમાં 93% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી
મોરબી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી અને વાવડી રોડ પર રહેતી શર્મીનફાતેમા સોહેલભાઈ લાખાણી ssc બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૮.૪૬ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૩% મેળવી માતા પિતાનું નામ ગર્વાન્વિત કર્યું છે. બોર્ડ એક્ઝામમાં ઉચ્ચ સફળતાથી પરિજનો અને પરિચિતો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે . શર્મીનફાતિમાએ સફળતા પાછળ અથાગ મહેનતની સાથે સાથે માતા પિતા નો સતત સહકાર અને હૂફ , તેમજ શાળા ના સ્ટાફગણ અને વાવડી રોડ પર આવેલ એમ્બીશન કલાસીસ ના સાગર સર વલોરા દ્વારા હરએક ક્ષણે આપવામાં આવેલ માર્ગદર્શન અને પ્રોત્સાહનને સફળતા માટેનું કારણ બતાવી આભાર વ્યક્ત કર્યો હતો