મોરબીના વાવડી રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
મોરબી: આજે વોર્ડ નંબર -૦૧ માં મોરબીના વાવડી રોડ ઉપર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સમગ્ર રાજ્યમાં જોરશોરથી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પોતાની પાર્ટીઓનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં -૦૧ મા મોરબીના વાવડી રોડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જિલ્લા મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા મોરબી નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયા,બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિર્મળભાઈ જારીયા સહિત જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા