Monday, April 7, 2025

માળીયાના વવાણીયા ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અટલ સ્વાન્ત સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાનત સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત આજે માળિયા ઘટકના વવાણીયા ગામે રામબાઇમાંના મંદિરની જગ્યામાં રામબાઈમાં સાનિધ્યમાં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને માતુશ્રી રામબાઈમાં જગ્યાના સંત પ્રભુદાસ મંદિરના પ્રમુખ જશુભાઈ રાઠોડ ઉપપ્રમુખ જેસંગભાઈ હુંબલ ટ્રસ્ટી જેઠાભાઈ મિયાત્રા ખજાનચી મેણદ ભાઈ ડાંગર તથા ટ્રસ્ટી ગણો દ્રારા ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત માળિયા ઘટકની આશરે ૨૦૦ સગર્ભા મહિલા લાભાર્થીને અઠવાડિયામાં એક વાર તેમ ૩ મહિના સુધી સુખડી આપવાની હોય તે હેતું થી આજે અન્નપૂર્ણા દેવી રામબાઈમાં મંદિર વવાણીયા ટ્રસ્ટ દ્રારા મંદિરની જ ગૌ શાળાના શુદ્ધ ગાયના ઘી માંથી તૈયાર કરી સુખડી સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે. તદ ઉપરાંત રામબાઈમાં મંદિર વવાણીયા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તેમાં મેડિકલ કેમ્પ તથા મેડિકલ સાધનો વિના મૂલ્ય વિતરણ તેમજ બારે માસ અન્નશ્રેત્ર ચાલુ રાખી તેમજ ગૌ શાળા અને પક્ષી માટે અનેક પ્રવૃતિ અને સેવા કાર્ય કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર