મોરબીના વનાળીયા ગામે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનુ મોત
મોરબી તાલુકાના વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના વનાળીયા ગામે રહેતા રવજીભાઈ ભિખાભાઈ નાયક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ કોઈ પણ વખતે વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.