Wednesday, January 15, 2025

મોરબીના વાલ્મીકીવાસમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વાલ્મીકી વાસમા શેરી નં -૦૬ માં આરોપી ખુશાલ ઉર્ફે કાળાભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના વાલ્મીકિ વાસમાં શેરી નં -૦૬ માં રહેતા આરોપી ખુશાલ ઉર્ફે કાળાભાઈ હિરાભાઇ સોલંકી ઉ.વ.૩૫વાળા પોતાના અંગત ફાયદા સારૂ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય તે દરમ્યાન પોલીસે રેઇડ કરી જુગાર રમતા પાંચ ઇસમો ખુશાલ ઉર્ફે કાળાભાઇ હિરાભાઇ સોલંકી ઉ.વ.૩૫ રહે.મોરબી વાલ્મીકવાસ શેરીનં.૬, ઘોઘો ઉર્ફે કાનાભાઇ ધારાભાઇ કરકટા ઉ.વ.૩૫ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર મુળ રહે. રબારીવાસ મોરબી, પારસભાઇ હિરાભાઇ સોલંકી ઉ.વ.૩૨ રહે. મોરબી વાલ્મીકીવાસ શેરી નં-૭, મનસુખભાઇ મોહનભાઇ થારેસા ઉ.વ.૪૭ રહે.મોરબી વાલ્મીકવાસ શેરીનં.૨, બશીરભાઇ સલીમભાઇ ચાનીયા ઉ.વ.૨૯ રહે. મોરબી કાલીકાલોટ શેરી નં -૦૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૯૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર