મોરબીના વજેપરમાથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો; એક ફરાર
મોરબી: મોરબીના વજેપર શેરી નં -૫ના નાકા પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વજેપર શેરી નં-૫ના નાકાં પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૧૮૦૩ ના મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઈ છબીલભાઈ પરમાર રહે. વજેપર શેરી નં -૫ મોરબી વાળાને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે પુછતાછ કરતા અન્ય એક શખ્સ સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે. કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા આરોપી ફરાર દેખાડી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.