મોરબીના વજેપર મેઇન રોડ ઉપર યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના વજેપરમા તુ કેમ આજે મુરઘી લેવા ન આવ્યો કહીને યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકને ઈજા પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના વજેપર મેઇન રોડ બાબુભાઈ કોળીના મકાનમાં ભાડેથી રહેતા સંતોષબેન સંજયભાઈ ચૌહાણે આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘુઘરૂ ભીમજીભાઈ કોળી રહે. વજેપર મોરબી તથા હાર્દિક ઉર્ફે પેમલો ઇઓડ રહે. કાલીકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતી આરોપી પાસે અવારનવાર મુરઘી લેવા જતા હોય જે ગઇકાલે મુરઘી લેવા ગયેલ ન હોય જેથી આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા તેના પતી બહાર શેરીમા જતા આરોપીએ ફરીયાદીના પતીને ગાળો બોલી તુ કેમ આજે મુરઘી લેવા આવેલ નથી જેથી ફરીયાદીના પતી એ આજે નહીં આવેલ હોવાનુ જણાવતા બન્ને આરોપી ઉશ્કેરાય ગયેલ અને આરોપીઓએ ફરીયાદીના પતીને છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.