મોરબીના વાઘપર ગામે વૃદ્ધને એક શખ્સે ધોકા વડે ફટકાર્યો
મોરબી: મોરબી તાલુકાના વાઘપર ગામે એક શખ્સે વૃદ્ધને કહેલ મારા મજુરને કેમ તમારા ખેતર કપાસ વિણવા લઈ ગયેલ છો તેમ કહી વૃદ્ધને ગાળો આપી ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા ગોરધનભાઈ નાનજીભાઈ કડીવાર (ઉ.વ.૬૨) એ આરોપી વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે. વાઘપર ગામ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૧-૨૦૨૩ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ પોતાના ખેતર કપાસ વિણવા માટે મજુર મુકવા ગયેલ અને મુકીને પાછા આવતા હતા ત્યારે આરોપી વાઘપર ગામના ઝાપા પાસે બેઠા હોય અને ફરીયાદીને ઉભા રાખી કહેલ કે મારા મજુરને કેમ તમારા ખેતર કપાસ વિણવા લઇ ગયેલ છો તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જમણા હાથમા એક ધોકો મારી ખંભાના ભાગે ફેકચર કરી તેમજ ડાબા હાથના પંજામા તથા ડાબા પગના સાથળમા ધોકા વડે મુઢ ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ગોરધનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૫,૫૦૪ જી.પી. એક્ટ કલમ -૧૩૫, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.