Monday, November 18, 2024

મોરબીના ઉટબેટ (શામપર) ગામે મૃત્યુ પામેલ ઊંટનુ વળતર ચુકવવા કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) ગામે ખોરાકના કારણે મૃત્યુ પામેલા ઊંટનુ વળતર ચુકવવા બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને કરી રજુઆત.

ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાના ઉટલેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે. જે માટે તેઓ કચ્છ ઉટબેટ ઉછેરક માલધારી સંગઠન હેઠળ લા.નં. GJ 1/03/024/3005 થી લાયસન્સ ધરાવે છે. જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊંટનું ચાલન કરવામાં આવે છે. ખરાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે. પરંતુ જભા આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડસ ઉભી કરેલ હોય, તેથી ઊંટોને તેનો – રાક મળતો નથી. જે તે સમયે સરકારએ આ જગ્યાએ અમારા ઊંટોને ખોરાક માટે લઈ જવાની પરવાનગી આપેલ હતી. આમ, છતાં ખોરાક ન મળવાના અભાવે આ વર્ષે નાના-મોટા આશરે કુલ ૭૦ (સિતેર) ઊંટોનું મરણ થયેલ છે. જેથી ગરીબીની રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા આ ગરીબ પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તો આ પરિવારને આર્થિક સંકટમાંથી રંગારી શકાય તે માટે યોગ્ય આર્થિક વળતર આપવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર