મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાની ગટરમાં પડી જતા બાળકીનું મોત
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે લક્ષ્ય સિરામિક કારખાનાની ગટરમાં પડી જતા એક વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે લક્ષ્ય સિરામિક કારખાનામાં રહેતા બુધાસિંગની એક વર્ષની દિકરી રૂડીબેન લક્ષ્ય સિરામિક કારખાનાની ગટરમાં કોઈ કારણસર પડી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.