મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાના ક્વાર્ટરના પહેલા માળેથી પટકાતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઓરીંડા સીરામીકના લેબર ક્વાર્ટરના પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઓરીંડા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા જગદીશસીંગ છત્રુગનસીંગ ઉ.વ.૨૪વાળા ઓરીંડા સીરામીકના લેબર ક્વાર્ટરના પહેલા માળેથી કોઈપણ કારણોસર પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા જગદીશસીંગ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.