મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનામાં પોતાની જાતે ગળે ચપ્પુ લગાવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં બ્લીસ ક્લેય કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળે ચપ્પુ લગાવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં બ્લીસ ક્લેય કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જાલમ જયરામ ભીલાલા ઉ.વ.૩૯વાળાની માનસિક સ્થિતિ સારી ન હોય જેથી બ્લીસ ક્લેય કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળાના ભાગે ચપ્પુ લગાવી દેતા ઇજા થતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે બાદ ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા ચાલું સારવાર દરમ્યાન જાલમ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.