મોરબી: મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ પાણીની કેનાલમા પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રભાઇ રામશી યાદવ ઉ.વ.૩૮ રહે. એન્ટીક કંપની સ્ટાફ ક્વાર્ટર ઊંચી માંડલ ગામ તા. જી.મોરબી વાળા ગઈ તા.૦૯/૦૫/૨૦૨૪ ના રાત્રીના સાડા નવેક વાગ્યા વખતે ઊંચી માંડલ ગામ પાસે આવેલ પાણીની કેનાલમા પડી જતા ધર્મેન્દ્રભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

