મોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોત
બાઈક લઈ બીજી હોટલે આંટો મારવા જતાં આધેડને કારચાલકે ઉલાળતા ઘટી ઘટના
મોરબી તાલુકાના ઊંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલ ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા નામના ૫૫ વર્ષના આધેડ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ઉંચી માંડલ નજીક આવેલી પોતાની બીજી હોટલે આટો મારવા જઈ રહ્યા હતા.
ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલી કારના ચાલકે પ્રવીણભાઈ કાલીયાના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હોટલ સંચાલકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.