મોરબીના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક એકોર્ડ પ્લસ સીરામીક પાસે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ કેનાલમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ તેવી જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા ચાર કલાકની શોધ ખોળ બાદ રતિલાલ યાદવ ઉ.વ.૨૭ નામના યુવકનો મૃતદેહ મળી આવતા પરીવારને સોંપવામાં આવ્યો છે.