મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ સંપન્ન
મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોર્મના વાર્ષિક અધિવેશનમાં તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત થયેલા, બઢતી પામેલા કર્મયોગીનું સન્માન કરાયું.
મોરબીમાં તમામ સરકારી ખતાઓમાં ફરજ બજાવતા કડવા પાટીદારો માટેનું સંગઠન ઉમિયા સર્વિસ કલાસ ફોરમ છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે,વર્ષ દરમ્યાન સમાજમાં થતી સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમના સભ્યો શ્રમદાન આપે છે, આર્થિક યોગદાન આપે છે, અને એકબીજાને મદદ કરવાની ભાવનાથી કાર્ય કરે છે.
આ સંગઠનનું વાર્ષિક અધિવેશન દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાયું હતું.જેમાં સમાજ શ્રેષ્ઠીઓ સમાજની સંસ્થાના આગેવાનો બેચરભાઈ હોથી,કે.વી.આદ્રોજા નરભેરામભાઈ શિરવી, નરશીભાઈ કાંજીયા, ડો.ભાવેશભાઈ જેતપરિયા દિનેશભાઈ વડસોલા, સંદીપભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ એરણીયા પ્રમુખ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ, હિતેશભાઈ ગોપાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કાર્યકમની શરૂઆત દિપ પ્રજવલ્લનથી કર્યા બાદ અશ્વિનભાઈ એરણીયાએ સૌનું શાબ્દિક અભિવાદન કર્યું હતું.
ત્યારબાદ સૌને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા,દિનેશભાઈ વડસોલા,ડો.ભાવેશ જેતરિયા, હિતેશભાઈ ગોપાણી, ભાણજીભાઈ આદ્રોજા, બેચરભાઈ હોથી વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં વ્યાપેલા સાંપ્રત સામાજિક દુષણો પર ચર્ચા કરી હતી અને સાથે મળી ઉત્તમ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બની કામ કરવાની વાતો કરી હતી.
આ કાર્યક્રમમાં ધોરણ દશથી માંડી પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.એવી જ રીતે સર્વિસ દરમ્યાન બઢતી પ્રાપ્ત કરનાર તેમજ નિવૃત થયેલ કર્મયોગીઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. શિલ્ડ અને સન્માનપત્રના કાયમી દાતા તરીકે સ્વ.ગોવિંદભાઈ એરણિયા અને ચંદુભાઈ કુંડારિયા રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર સુચારૂ સંચાલન શૈલેષભાઈ ઝાલરીયાએ કર્યું હતું. આભાર દર્શન ફોરમના મંત્રી ઘનશ્યામભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા, શૈલેષભાઈ કાલરીયા, નરેન્દ્રભાઈ ઝાલરીયા ,અશોકભાઈ વસિયાણી, રાજેશ મોકાસણા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.