મોરબીના ઉમા ટાઉનશિપ નજીક કારે એકટીવા અને લારીને હડફેટે લેતા ગુન્હો નોંધાયો
મોરબી શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે રોડ પોતાનો પિતાજીનો હોય તેમ મનફાવે તેમ બેફીકરાઈથી ગાડીઓ ચલાવી છે અને લોકોનિ જીવને જોખમમાં મૂકે છે ત્યારે મોરબીના ઉમા ટાઉનશિપ રોડ પર એક સ્કોર્પિયો કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી ઠોકર મારતાં એકટીવા અને લારીનો બુકડો બોલી ગયો હતો જોકે પાસે ઉભેલ પ્રૌઢ તથા સાહેદ માન બચ્યા હતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રીલીફ નગરમાં બ્લોક નં -૪૬મા રહેતા દિલિપભાઈ રસીકલાલ મહેતા (ઉ.વ.૫૪) એ આરોપી સ્કોર્પિયો કાર રજીસ્ટર નંબર -જીજે-૧૧-બીએચ-૦૦૦૫ વાળીના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી એક કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર GJ-11-BH-0005 ના ચાલકે ફરીયાદી તથા સાહેદ ઉપર ફુલ સ્પીડમા ચલાવી આવી ફરીયાદી તથા સાહેદ પોતાના જીવ બચાવવા માંડ માંડ સાઇડમા ખસી જતા ફરીયાદી તથા સાહેદ તથા રાહદારીની જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોડની સાઇડમાં ફરીયાદીએ પાર્ક કરેલ એક્ટીવા નંબર GJ-36-K-0749 સાથે ભટકાડી એક્ટીવામા નુકસાન કરી તેમજ સાહેદોની લારી સાથે સ્કોર્પીયો ગાડી ભટકાડી લારીમાં તેમજ લારીમા ભરેલ માલ સામાનમાં નુકસાન કરી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.