મોરબીના ત્રીકોણબાગ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ત્રીકોણબાગ નજીક એસબીઆઈ બેંકની સામે પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે અનંતનગર સોસાયટીમાં બ્લોક નં -૫૯ માં રહેતા મનોજભાઈ મોહનભાઈ કંઝારીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ત્રીકોણબાગ નજીક એસબીઆઈ બેંકની સામે પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફજે-૪૧૮૬ વાળુ સન ૨૦૧૩ નું મોડેલ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનારે ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.