મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા શ્રીપ્રભુલાલ શામજીભાઈ કોરિંગા (ઉ.વ.૬૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી આરોપી ફરીયાદીનુ હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફપી-૬૯૦૯ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.