મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી વધુ બે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી અવાર નવાર બાઇક ચોરીની ફરીયાદો નોંધાઈ છે ત્યારે ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી વધું બે બાઈક ચોરીની ફરીયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા ઘનશ્યામભાઈ ભાણજીભા સંઘાણી (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી આરોપી ફરીયાદીનુ હીરો કંપનીનુ ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ડીએચ-૪૩૬૭ જેની કિંમત રૂ. ૧૫૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી ફરીયાદ મોરબીના પંચાસર રોડ પર ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલ (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-બીએલ-૫૪૮૭ જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.