મોરબીના ત્રિકોણબાગ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ત્રિકોણબાગ નજીક પોસ્ટ ઓફિસ પાછળ જલારામ સ્ટોર સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ યમુનાનગર શેરી નં -૦૬મા રહેતા સંદિપભાઈ અંબાલાલ તુવેરએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હિરો સ્પલેન્ડર પ્લસ મોટર સાઈકલ સને ૨૦૧૮ નું મોડલ જેના રજી નં. GJ-36-K-8900 વાળુ જેની કિંમત રૂ. કિ.રૂ.૨૦,૦૦૦ વાળુ મોટરસાયકલ મોરબીના ત્રિકોણબાગ નજીક પોસ્ટ ઓફિસમાં પાસે જલારામ સ્ટોર સામે પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.