મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસેના ભાગે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસેના ભાગે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દીપકભાઈ રમેશભાઈ સનુરા તથા કિશનભાઇ રાજેશભાઈ દુદકિયા રહે. બંને ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ. ૫૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.