મોરબીના ત્રાજપર ખારીમા પિતા પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ત્રાજપર ખારીમા આરોપી મહિલાના દિકરાને ગાળો આપતો હોય જેથી ઠપકો આપવા જતાં આરોપીએ મહિલાના પતિ તથા દિકરાને ગાળો આપી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ત્રાજપર ખારીમા રહેતા રંજનબેન ભરતભાઈ ડાભી (ઉ.વ.૪૦) એ આરોપી જગદીશભાઇ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી રહે. ત્રાજપર ખારી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરાને આરોપી ગાળો બોલતો હોય જેથી ઠપકો આપવા જતાં આરોપીએ ફરીયાદીના પતિને તેમજ ફરીયાદીના દિકરાને ગાળો આપી છરી વડે મારમારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.