મોરબીના ત્રાજપરમા જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ શ્રાવણ માસ જેમ જેમ નજીક આવી રહ્યો તેમ તેમ જુગારની મોસમ જાણે ખીલતી જઈ રહી છે ત્યારે મોરબીના સામા કાંઠે ત્રાજપરમા છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉ.વ.૩૫, આશાબેન ગોવિંદભાઇ અદગામા ઉ.વ.૨૨, બબીબેન જયંતીભાઇ મકવાણા ઉ.વ.૫૯, રૂપીબેન રમેશભાઇ વરાણીયા ઉ.વ.૫૮, સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉ.વ.૩૦ રહે. બધા ત્રાજપર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.