મોરબીના ત્રાજપર ગામે યુવક પર ચાર શખ્સોનો તલવાર, છરી વડે હુમલો
મોરબી: મોરબીના ત્રાજપર ગામે યુવકના મિત્રને આરોપી સાથે ઝઘડો થયેલ જેથી સમાધાન બાબતે વાતચીત કરતા યુવકને ચાર શખ્સોએ મારી તલાટી અને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રામજી મંદિરવાળી શેરીમાં રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા (ઉ.વ.૨૮) એ આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા ઉ.વ.૪૩ રહે. મોરબી-૨ ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી તા.જી.મોરબી, કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા ઉ.વ.૪૩ રહે. મોરબી-૨ ત્રાજપ્ર ગામ શંકર ભગવાન વાળી શેરી તા.જી.મોરબી, પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા ઉ.વ.૨૨ રહે. મોરબી-૨ કાનાભાઇ હકાભાઇ અદગામા, કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા ઉ.વ.૨૦ રહે. ગામ જુના ઘુટુ ડાડાના મંદિર પાછળ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદિના મિત્ર લાલાભાઇને આરોપીઓ સાથે કોઇ પણ કારણોસર ઝઘડો થયેલ હોય જે બાબતે ફરીયાદી આરોપીઓ સાથે સમાધાન બાબતે વાતચીત કરવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદિને ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી તથા ફરીયાદિને તલવાર તથા છરી જેવા હથીયારો થી ડાબા હાથની હથેળી તથા કલાઈમા તથા માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર રવિભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.