મોરબીના ત્રાજપરમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
મોરબીના ત્રાજપરમા ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનો પોલીસ સ્ટાફ ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપરમા ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમા રોડ ઉપર છુટક પ્રતિબંધિત પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો અજયભાઈ મનસુખભાઈ વરાણીયા ઉ.વ.ર૮ રહે. મોરબી -૨ ત્રાજપર ઓરીયન્ટલબેક વાળી શેરી તા.જી.મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.