Monday, December 30, 2024

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્રણ ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાંથી કુલ-૩ ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અઢી વર્ષ પહેલા બનેલ અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી કુલ રૂ.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વીસ રોડ ઉપર આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે મળી આવેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપર બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજીના ગેઇટ પાસેથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ તેની પાસેથી અન્ય બે મો.સા. હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા જે મો.સા. પણ ચોરી કરેલ હોવાનુ જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ એક મો.સા ચોરીના ગુનાના મુદામાલ તરીકે તેમજ અન્ય બે મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ અરવીંદભાઇ બટુકભાઇ સિંચણાદા રહે. ટીંબડી આનંદ હોટલ પાછળ મફતીયાપરા મોરબીવાળાની ભારતીય નાગરીક સુરક્ષા સહિતની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર