મોરબીના ટીંબડી ગામ સુધી પીવાનું પાણી ન પહોંચતા કલેકટરને રજૂઆત
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામ અને શ્રીહરી સોસાયટીમાં પીવાનું પાણી ન પહોંચતું હોવાથી ગ્રામ પંચાયત દ્વારા પાણીની તકલીફ દૂર કરવા કલેકટરને લેખિત રજૂઆત કરી પાણીની કરી માંગ.
મોરબી તાલુકાની ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટીંબડી ગામે જે નજરબાગથી પાણી આવે છે. જે પાણી ટીંબડી ગામ અને શ્રીહરી સોસાયટીમાં પહોંચતું નથી જેથી જે લાઈન નજરબાગથી આવે છે તેમ વચ્ચે આવતી ઉમા ટાઉનશિપ સોસાયટી, ભાગ્ય લક્ષ્મી સોસાયટી, શિવ સોસાયટી, આદર્શ સોસાયટી, લાભ સોસાયટી, શુભ સોસાયટી તેમજ વચ્ચે મફતીયાપરાની તમામ સોસાયટી, વેજીટેબલ સોસાયટી સુધી જે પાણીના કનેકશન દિધેલ છે તે તમામ ટીંબડી અને ધરમપુરની લાઈનમા આપેલ છે જે તમામ સોસાયટીએ ગેરકાયદેસર રીતે કનેક્શન લીધેલ છે જે દૂર કરવામાં આવે નહી તો તમામ સોસાયટીઓમાં વાલ મુકવામાં આવે અને પાણી ચાલુ બંધ કરવાની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યાં સુધી ટીંબડી ગામ સુધી પાણી પોહચી શકશે નહીં. જો આમ જ રામ ભરોશો રહશે તો ટીંબડી ગામ, શ્રીહરિ સોસાયટી, ગણેશનગર સુધી પાણી પોહશે નહી. મોટર મુકિને પણ પાણી પોહચતુ નથી.
તેમજ ગ્રામ પંચાયત દ્વારા માંગ કરી છે કે નહિ તો બાયપાસ પાસે જે પાણીનો સંપ છે ત્યાંથી ટીંબડી ગામ સુધી પાણીની પાઈપલાઈન નાખી આપી કાયમી ગામનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી ગ્રામ પંચાયતની રજુઆત છે.
વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરવઠા વિભાગને લેખીત રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય નીરાકરણ ન આવતા પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી પાણીનો પ્રશ્ન હલ કરવા માંગ કરી છે.