મોરબીના ટીંબડી ગામ નજીકથી 500 લી. કેફી પ્રવાહી સાથે મહિલા સહિત બે ઝડપાયાં
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળિયા (મીં) થી મોરબી હાઈવે રોડ પર પાટીદાર ટાઉનશિપ સામે રોડ પર કારમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ૫૦૦ લી. કિં.રૂ. ૧,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મહિલા સહિત બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળિયા (મીં) થી મોરબી હાઈવે રોડ પર પાટીદાર ટાઉનશિપ સામે રોડ પર આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી ટોયોટા કંપનીની ઈનોવા કાર રજીસ્ટર નંબર -જીજે-૧૨-એએન-૫૬૯૧ કિં.રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા દેશી પીવાના દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૫૦૦ કિં રૂ. ૧,૦૦,૦૦૦ કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૪,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઇસ્લામુદીન અબ્બાસભાઈ જામ (ઉ.વ.૨૦) તથા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા રહે. બંન્ને મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ આપનાર મુસ્તાકભાઈ જામ રહે. માળિયા (મીં)વાળાનુ નામ ખુલતા ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.