મોરબીના ટીંબડી ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબીના તાલુકાના ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવી બાઈક હડફેટે લેતા પ્રકાશભાઈનુ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા મેઇન રોડ ખાદી ભંડાર કેન્દ્રની સામે શક્તિ મેડીકલ બાજુમાં રહેતા આકાશભાઈ વસંતભાઈ સોમાણી (ઉ.વ.૨૪) એ આરોપી ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર GJ-08-U -2208 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટેન્કર રજીસ્ટર નં GJ-08-U -2208 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીના ભાઇ પ્રકાશભાઇ વસંતભાઇ સોમાણીના હવાલા વાળા હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં- GJ-36-J-9583 વાળાને હડફેટે લઇને અકસ્માત કરી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતાં પ્રકાશભાઇ નું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.