Wednesday, October 23, 2024

મોરબીના ટાઈલ્સના વેપારીને વિશ્વાસમાં લઈ 2.36 કરોડથી વધુની છેતરપીંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દુબઈ અને તમિલનાડુના એજન્ટે મોરબીના વેપારી સાથે કરી છેતરપિંડી

મોરબી: મોરબીના સિરામિક વેપારીઓ પાસેથી માલ મંગાવી પછી રૂપિયા નહીં આપી છેતરપીંડી કરવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે દુબઈના વેપારી અને તામિલનાડુના એજન્ટે મળી મોરબીના ટાઈલ્સના વેપારી પાસેથી કાવતરું રચી માલ મંગાવી વેપારીની મંજૂરી વગર માલ રીલીઝ કરાવી બધો જ દુબઈના પરથી સગવેગે કરી મોરબીના વેપારીને નાણ નહી ચુકવી રૂ. ૨,૩૬,૪૮,૮૦૫ ની છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ તેજસ પાર્ક રામકો બંગ્લોઝની પાછળ સ્વર્ગ વિહાર ફ્લેટ નં -૭૦૨મા રહેતા અને વેપાર કરતા કપિલભાઈ કાંતિલાલ ગોરીયા (ઉ.વ.૨૬) એ આરોપી (૧) PURE STONE FOR STON FIXING L.L.C. માલીક મહમદ દુદમક (૨) PURE STONE FOR STON FIXING L.L.C. ના ફાઇનાન્સ મેનેજર રમીઝ રહે બન્ને – અલ સલામ સ્ટ્રીટ, સી-૧૩, ઇસ્ટ ૯-૨, ૩ જો માળ, અબુધાબી, દુબઇ (માલ મંગાવનાર ) (૩) Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક પ્રભાકરણ ગોપાલાસ્વામી (૪) Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક રવી ચાંદની રહે- બન્ને – ઓલ્ડ નં -૮૯, ન્યુ નં- ૧૮૧, થાંબુ ચેટી સ્ટ્રીટ મનાડી, ચેન્નઇ -૬૦૦૦૧૧ તમીલનાડુ (માલ મોકલનાર એજન્ટ ) વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી આરોપી PURE STONE FOR STON FIXING L.L.C. માલીક મહમદ દુદમક તથા ફાઇનાન્સ મેનેજર રમીઝએ ફરીયાદી પાસે ૫૧ કંટેનર સીરામીક ટાઇલ્સ કિ.રૂ. ૨,૩૬,૪૮,૮૦૫/- જેટલી રકમનો માલ બુક કરાવી મુંદ્રા પોર્ટ થી દુબઇ ખાતે એજન્ટ Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક ગોપાલાસ્વામી પ્રભાકરણ તથા રવી ચાંદનીઓ સાથે કાવતરૂ રચી મંગાવી લઇ ફરીયાદીની મંજુરી વગર Global Cargo Logistix Pvt. Ltd સીપર તરીકે તેમજ PURE STONE FOR STON FIXING L.L.C. ને ખરીદનાર તરીકે બતાવી અને ફરીયાદીની મંજુરી વગર master bill of lading સરેન્ડર નહી કરવાનુ જણાવેલ હોવા છતા પોર્ટ ઓર્થોરીટીને માલ રીલીઝ કરવા અંગે કોઇ વાંધો ન હોઇ તેવા દસ્તાવેજોમા સહી સીક્કા કરી પોતે MTO ના તથા સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂ રચી બધોજ માલ દુબઇની પોર્ટ પરથી એકબીજાની મદદથી સગેવગે કરી ફરીયાદીના નાણા નહી ચુકવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યો હતો જેથી ભોગ બનનાર વેપારી કપિલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૯,૪૦૬,૪૨૦,૧૧૪,૧૨૦બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર