મોરબીનાં ટંકારા અને વાંકાનેરમાં 23 વર્ષની વિકાસયાત્રાના રંગથી દિપી ઉઠી દિવાલો
સમગ્ર રાજ્યમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર દેશે જોયેલી વિકાસ ગાથાને લોકો સુધી પહોંચાડવા સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા અને વાંકાનેર ખાતે દીવાલ પરના ભીંતચિત્રો કહી રહ્યા છે વિકાસની વણથંભી યાત્રાની વાત.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાત રાજ્યએ વિકાસના માર્ગે જે ઊંચાઈઓ હાંસલ કરી છે તે વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતા ભીંત ચિત્રો પણ અનેક સ્થળે બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકા દ્વારા બ્રિજ અને જાહેર સ્થળો સહિતની જગ્યાઓ પર રીન્યુએબલ એનર્જી કેપિટલ, સરદાર સરોવર ડેમ અને નર્મદા નહેર નેટવર્ક, જલ સે જલ સહિત ગુજરાતની વિકાસ ગાથાને અંકિત કરી ભીંત ચિત્રો બનાવવામાં આવ્યા છે.