મોરબીમાં રવિવારે શ્રી ઝૂલેલાલ મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાશે
મોરબી: સમસ્ત સિંધી સમાજ દ્વારા રવિવારે શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સવારથી સાંજ સુધીમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે .
તા. ૩૦ ને રવિવારના રોજ ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ઉજવાશે જેમાં સવારે ૮ કલાકે ધ્વજા રોહણ, ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ અને સાંજે ૪ : ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે ચૈત્રી બીજના ભંડારા પ્રસાદના દાતા સ્વ. કિશનચંદ ગાગનદાસ તુલસીયાણી છે શ્રી ઝૂલેલાલ મહોત્સવમાં મોરબીમાં વસતા દરેક સિંધી પરિવારે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.