મોરબીના સુમીતનાથનગર ખાતે 26 જાન્યુ.એ એકદિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે
મોરબીના વાવડી રોડ પર આવેલ સુમીતનાથનગર પાયલ આરોગ્ય નિકેતન (ગુજરાત હોસ્પિટલ) ખાતે ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા તારીખ ૨૬-૦૧-૨૦૨૫ ને રવીવારના રોજ સવારે -૧૧:૦૦ થી ૦૧:૩૦ કાલાકે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. તથા ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ-પગ-કમરના સાંધાના દુઃખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો મો :- 70694 88469