Monday, January 20, 2025

મોરબીના એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત એકતા એજ લક્ષ્ય સંગઠનની પ્રથમ મીટીંગ મળી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગઈકાલે મોરબીના એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત એકતા એજ લક્ષ્ય સંગઠનની પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી હિન્દુ સમાજ ઉપસ્થિત રહી આગળના સમયમાં કઈ રીતે સંપૂર્ણ મોરબીને એકતાના તાંતણે બાંધવું અને દરેક હિન્દુને હિન્દુ થી કઈ રીતે જોડવા એવા અનેક વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. 

એકતા એજ લક્ષ્ય હિન્દુ સમાજ માટે કાર્ય કરતું સંગાથ છે જે ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લામાં સક્રિય છે ત્યારે મોરબીમાં પણ હિન્દુ સામાજિક રીતે ધાર્મિક રીતે આર્થિક રીતે એકતાથી બંધાય અને હિન્દુ સમાજ સશક્ત મજબૂત બને તથા હિન્દુ સમાજ ઉપર લવજીયાત અથવા કોઈ પણ ધાર્મિક ઉત્પિડન થાય છે એને કઈ રીતે રોકી શકાય એવા વિષયોને લઈને વિશેષ ચર્ચાઓ થઈ હતી.

તેમજ હિન્દુ સમાજને પ્રશાસનિક અને રાજકીય મદદ પણ કઈ રીતે મળે એ બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા હિન્દુ સમાજમાં ક્યારેક જ્ઞાતિ વિગ્રહ ના થાય અને એક બની સમરસ બની કાર્ય થાય એ માટે અનેક સમિતિ અને રચના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે એકતા એ જ લક્ષ સંગઠન જે અઢારે વર્ણનું સંગઠન છે આ સંગઠન હવે મોરબીમાં સંપૂર્ણપણે સક્રિય થઈ મોરબીને સંપૂર્ણ ભાગવામાં બનાવવા કાર્ય કરશે સંગઠનના બેઠકમાં મોરબી તાલુકાના અનેક ગામોમાંથી પણ ભાઈઓ આવ્યા હતા બેઠકનું નેતૃત્વ સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ અને સંગઠનના મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું જેમાં 150 થી વધુ હિન્દુ ભાઈઓ જોડાયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર