Sunday, March 16, 2025

મોરબીના સોખડા ગામ નજીક રોડ પર પ્રૌઢને એક શખ્સે મારમાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામ નજીક ફાસ્ટન કારખાના પાસે રોડ ઉપર પ્રૌઢને એક શખ્સે ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી બેત્રણ જાપટ મારી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર પ્રૌઢે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા રમેશભાઇ ખીમાભાઇ મકવાણા (ઉ.વ.૫૪) એ આરોપી હરદેવભાઈ બાબાભાઈ બાલાસરા રહે. સોખડા (કિશનગઢ) તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૧૨- ૨૦૨૩ ના ફરીયાદીએ અગાઉ કરેલ પોલીસ ફરીયાદનો આરોપીએ ખાર રાખી ફરીયાદી મોટર સાઇકલ ઉપર જતા હોય સામેથી આરોપી પોતાના મેટાડોરમાં આવી ફરીયાદીને જાહેરમાં ગાળો આપી બે ત્રણ જાપટ મારી જ્ઞાતિ પ્રત્યે હળધુત કરી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર રમેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર