મોરબીના સોખડા ગામે પ્રૌઢને 11 શખ્સોએ મારમાર્યો
મોરબી તાલુકાના ગામના ગેટ પાસે જી.એન.એફ.સી. નજીક પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી ત્રણ મહિલા સહિત ૧૧ શખ્સો લાકડાના ધોકા, લોખંડની ટામી, તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સોખડા ગામે જી.એન.એફ.સી. નગરમા રહેતા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા (ઉ.વ.૫૫) એ આરોપી મનસુખભાઇ લાભુભાઇ સુરેલા, મેહુલભાઇ લાભુભાઇ થરેસા, અનિલભાઇ દિલીપભાઇ, અરવીંદભાઇ દિલીપભાઇ, રાકેશભાઇ દિલીપભાઇ, વિજયભાઇ રામસુરભાઇ, રમેશભાઇ રામસુરભાઇ, મહેશભાઈ ભીમજીભાઈ, મનસુખભાઇના પત્નિ, દિલિપભાઇ લાભુભાઇના પત્નિ, પ્રવિણભાઇ ભીમજીભાઇના પત્નિ રહે બધા. સોખડા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઉભા રાખી બોલાચાલી કરી ગાળો આપી અને ઝપાઝપી કરી જાતી પ્રત્યે અપમાનિત કરી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા, લોખંડની ટામી, વડે મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.