મોરબીના સોખડા ગામે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે મારમાર્યો
મોરબીના સોખડા ગામમાં આરોપી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હોય અને તેમના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામના રહિશોને હેરાન કરતા હોય જે યુવકના પીતાને પસંદ ન હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા યુવકને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા નવુ ગામમાં રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણા (ઉ.વ.૨૮) એ આરોપી રમેશભાઇ ખીમાભાઇ મકવાણા, પ્રકાશ રમેશભાઇ મકવાણા, વસંત ઉર્ફે કિશન રમેશભાઇ મકવાણા રહે. બધા સોખડા તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપી રમેશભાઇ ખીમાભાઇ સોખડા ગામમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન હોઇ તેમના હોદાનો દુરઉપયોગ કરી ગામના રહેવાશીઓને હેરાન કરતા હોઇ જે ફરીયાદી ચેતનભાઇના પિતા નથુભાઇ ખીમાભાઇને પસંદ ન હોઇ જે આરોપી રમેશભાઇને સારૂ નહી લાગતા આરોપી રમેશભાઇ તથા તેમના દીકરા પ્રકાશભાઇ તથા વસંતભાઇ ઉર્ફે કિશન એમ ત્રણેય જણાએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપીઓએ લાકડાના ધોકા વતી ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.