મોરબીના સુભાષ રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સુભાષ રોડ ત્રિકોણબાગ પાછળ નેશનલ દુકાન સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં બાઈક ચોરીના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે બે-ત્રણ દિવસ પહેલા નવા બસ સ્ટેન્ડ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાનો ભેદ હજુ પોલીસ ઉકેલી નથી શકી ત્યાં બીજી બાઈક ચોરીની ફરીયાદ સામે આવી છે જેમાં મોરબીના સામા કાંઠે નિત્યાનંદ સોસાયટી મેઇન રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ હેનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સુભાષ રોડ ત્રિકોણબાગ પાછળ નેશનલ દુકાન સામેથી આરોપીએ ફરીયાદીનુ ટી.વી.એસ. જ્યુંપીટર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એમ-૮૬૬૬ વાળુ જેની કિંમત રૂ.૫૦૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ પાર્ક કરેલી જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.