મોરબીના શોભેશ્વર રોડ પર જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના શોભેશ્વર રોડ પર ધાર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શોભેશ્વર રોડ પર ધાર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો વિજયભાઇ નટુભાઇ બાવરવા ઉ.વ ૩૬ રહે ગામ ત્રાજપર હડકાઇ માતા મંદિર વાળી શેરી તા.જી મોરબી, રાજેશભાઇ લક્ષ્મણભાઇ ઢવાણીયા ઉ.વ ૩૮ રહે. ગામ મોટા દહિસરા તા.માળીયા (મી) જી મોરબી, અશોકભાઇ ધનજીભાઇ ગણેશીયા ઉ.વ ૩૫ રહે. ત્રાજપર ખારી રામકુવા વાળી શેરીમાં મોરબી, અમીતભાઇ કાનજીભાઇ વરાણીયા ઉ.વ ૧૯ રહે કુબેર ધાર ઉપર શોભેશ્વર રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.