મોરબીના શનાળા ગામે વૃદ્ધને એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: મોરબીના શનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસના નવા પ્લોટમાં વૃદ્ધના ઘર પાસેનું કુતરૂ આરોપી પાછળ ભસવા દોડતા આરોપીએ વૃદ્ધને કહેલ તમારૂં કુતરૂ મારી પાછળ હવે ન દોડવું જોઇએ ધ્યાન રાખજો. ત્યારે વૃદ્ધે આ કુતરું મારૂ નથી તેમ કહેતાં ઉશ્કેરાયેલા આરોપીએ વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ગમે ત્યારે ધમકી આપવી મારામારી કરવી વગેરે જેવા ગુન્હા વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીના શકત શનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસના નવા પ્લોટમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.૬૮) એ આરોપી મયુરભાઈ ખીમજીભાઈ સોલંકી રહે. શનાળા ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના ઘર પાસે બેસેલ હોય ત્યારે આરોપી ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદિને કહેવા લાગેલ કે તમારા ઘર પાસેનુ કુતરૂ છે તે મારી પાછળ ભસવા દોડે છે તમે ધ્યાન રાખજો હવે કુતરૂ મારી પાછળ દોડવુ ન જોઇએ જેથી ફરીયાદિએ કહેલ કે આ અમારૂ કુતરૂ નથી શેરીનુ કુતરૂ છે તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને કહેવા લાગેલ કે જો કુતરૂ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી દઇશ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર બાબુભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૬(૨), તથા નવા કાયદા BNS ક. (૩૫૨,૩૫૧(૨)) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
