મોરબીના શક્ત શનાળા ગામે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના શનાળા રોડ ઘુડની વાડીમાં રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ જાગાની વાડી ગોકુલનગરમા રહેતા સંજયભાઇ ગોવિંદભાઈ કંઝારિયા (ઉ.વ.૩૨) એ આરોપી લાભુબેન કેશવજીભાઇ ડાભી તથા મુકતાબેન છગનભાઇ ડાભી રહે. બંને ઘુડની વાડી ગોકુલનગર પાછળ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ મામલતદાર કચેરીમાં દાવો દાખલ કરેલ હોય જે દાવાનો ચુકાદો ફરીયાદી તરફેણમાં આવેલ હોય જેથી ગઇ કાલ રસ્તો ખુલ્લો કરવા માટે મામલતદાર કચેરી દ્રારા ડીમોલેશન કરવામાં આવેલ હોય જેમાં આરોપી બહેનો લાભુબેન કેશવજીભાઇ ડાભી તથા મુકતાબેન છગનભાઇ ડાભી નાઓએ રસ્તો બંધ કરેલ હોય તે કાચી વાડનુ ડીમોલેશન થયેલ હોય તે બાબતનો ખાર રાખી ફરીયાદીને આરોપી બહેનોએ લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના શનાળા રોડ ગોકુલનગર શેરી નં -૨૧ મા રહેતા લીલાબેન કેશવજીભાઇ ભીમજીભાઈ ડાભી (ઉ.વ.૬૨): એ આરોપી રોહિતભાઈ સામજીભાઈ કંઝારિયા તથા સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારિયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના ઘરની સામે વાડી વિસ્તારમાં નગર પાલીકાની પાણીની લાઇન નાખવાની કામ ચાલુ હોય જેને ફરીયાદિના પતિએ આ જે.સી.બી.ના ચાલકને કહેલ કે અમારી જમીન માપણીની શીટ આવ્યા બાદ ખોદકામ કરશો તેમ કહી કામ બંધ કરાવતા આરોપીઓને સારૂ નહીં લાગતા ફરીયાદિના ઘર પાસે આવી ગાળો બોલતા હોય જેથી ફરીયાદિએ ગાળો બોલવાની ના પાડતા આરોપી બન્ને ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને શરીરે ઢીકા પાટુનો તથા ઇંટના ટુકડા લઈ છુટો ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.